સોમવાર, 17 ફેબ્રુઆરી, 2020

તટસ્થતા?

તટસ્થતા ?
 હાલ પત્રકારત્વમાં તટસ્થતાની બુમો પડી રહી છે. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ હોવો જોઈએ.   પણ ખરેખર તટસ્થતા એટલે શું? ઉદાહરણ તરીકે બે વ્યક્તિ છે. બન્ને વ્યક્તિ રોડ પર જતા હોય અને અકસ્માત થાય. તો એક વ્યક્તિ મદદ કરે, એબુલન્સ બોલાવે, દવાખાને લઈ જાય. અને બીજો માત્ર ટગર ટગર જોયા કરે. તો સ્વાભાવિક છે કે જેને વધુ મદદ કરી છે એના વિશે વધુ લખાય અને બીજા વિશે  ઓછુ. તો લોકો કહે પક્ષપાત કર્યો. જુવો જુવો પેલા વિશે સારું લખ્યું  અને બીજા માટે કંઈ નહિ. પેલાનો પક્ષ લીધો. પક્ષો વચ્ચે પણ આવું જ થતું હોય છે.  માની લઈએ એક પક્ષ ખૂબ સારુ કામ કરે છે અને (જોકે હાલના સમયમાં એવું નથી હોતુ.) બીજો તેનાથી થોડું ઓછુ. તો જે વધારે સારુ કે ખરાબ કરે તે વધુ પ્રકાશમાં આવે. બીજો તેનાથી ઓછો. તો શું અન્યાય છે? જે છે એ લખવામાં આવે છે.
 પત્રકાર લખવામાં તટસ્થતા જાળવે તેમ બધાં ઈચ્છે છે. તો સામે તટસ્થતાભર્યા કાર્યો પણ કરવા પડે ને? તો જ તટસ્થાતી લખી શકાય ને?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

તટસ્થતા?

તટસ્થતા ?  હાલ પત્રકારત્વમાં તટસ્થતાની બુમો પડી રહી છે. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. નિષ્પક્ષ હોવો જોઈએ.   પણ ખરેખર તટસ્થતા એટલે શું? ઉદાહરણ તરી...